Wednesday, March 5, 2025
More

    અમેરિકા 2 એપ્રિલથી ભારત સહિત અન્ય દેશો પર લાદશે રેસિપ્રોકલ ટેરિફ: ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત  

    ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ પ્રથમવાર કોંગ્રેસના સંયુક્ત સત્રમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન, યુનાઇટેડ સ્ટેટ્સના (United States) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા ભારત સહિત વિશ્વભરના ઘણા દેશો તરફથી ઊંચા ટેરિફનો (Tariff) સામનો કરી રહ્યું છે.

    ટ્રમ્પે તેમના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, “જો તમે ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સમાં તમારું ઉત્પાદન નહીં કરો, તો તમારે ટેરિફ ચૂકવવો પડશે અને કેટલાક કિસ્સાઓમાં ઘણો વધારે ટેરિફ ચૂકવવો પડશે.”

    તેમણે અન્ય દેશોને ટાર્ગેટ કરતા કહ્યું કે, “અન્ય દેશોએ દાયકાઓથી આપણી સામે ટેરિફનો ઉપયોગ કર્યો છે, હવે આપણો વારો છે કે આપણે તે અન્ય દેશો સામે ટેરિફનો ઉપયોગ શરૂ કરીએ.” ટ્રમ્પે એવા દેશોના નામ આપ્યા હતા જે અમેરિકા પાસેથી ઘણો વધુ ટેરિફ વસૂલે છે.

    તેમણે કહ્યું કે, “યુરોપિયન યુનિયન, ચીન, બ્રાઝિલ, ભારત, મેક્સિકો, કેનેડા… અને અસંખ્ય અન્ય દેશો આપણે વસૂલીએ છીએ તેના કરતાં ઘણા વધારે ટેરિફ આપણી પાસેથી વસૂલ કરે છે.” તેમણે આને અયોગ્ય ગણાવ્યું હતું.

    આ ઉપરાંત ભારત પર નિશાનો સાધતા કહ્યું કે, “ભારત આપણી પાસેથી 100 ટકાથી વધુ ઓટો ટેરિફ વસૂલ કરે છે.” તેમણે આ દેશોમાં ચીન અને દક્ષિણ કોરિયાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત ટ્રમ્પે જાહેરાત કરી કે યુનાઇટેડ સ્ટેટ્સ 2 એપ્રિલથી ઘણા દેશો પર રેસિપ્રોકલ ટેરિ લાદશે.