ભારતીય ક્રિકેટર અને સ્પિનર-ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. બુધવારે (18 ડિસેમ્બર) ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ પૂર્ણ થયા બાદ તેમણે આ ઘોષણા કરી.
અશ્વિને કહ્યું કે, “આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં તમામ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટર તરીકે આ મારું અંતિમ વર્ષ હશે. મને લાગે છે કે મારામાં એક ક્રિકેટર તરીકે હજુ થોડો જુસ્સો છે, પણ હું તેને ક્લબ લેવલ ક્રિકેટમાં દર્શાવવાના પ્રયાસ વધુ કરીશ. મારી કારકિર્દી મજાની રહી. મેં રોહિત (શર્મા) અને અન્ય સાથીઓ સાથે ઘણી સ્મૃતિઓ બનાવી છે.”
તેમણે ઉમેર્યું કે, “આમ તો ઘણા લોકોનો આભાર વ્યક્ત કરવાનો હોય, પણ જો હું BCCI અને મારા સાથીઓનો આભાર વ્યક્ત ન કરું તો એ અયોગ્ય કહેવાશે.”
જાહેરાતનો અર્થ BGTની છેલ્લી ટેસ્ટ અશ્વિનની કારકિર્દીની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ હશે.
ક્રિકેટમાં અશ્વિનની કારકિર્દી સફળ રહી છે. તેઓ ભારતના બીજા સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા બોલર છે. ઉપરાંત, બેટથી પણ તેમણે સારું પ્રદર્શન કર્યું છે. 6 શતક અને 14 અર્ધશતકની મદદથી તેમણે ટેસ્ટમાં 3503 રન કર્યા.