Saturday, March 1, 2025
More

    રણવીર અલાહાબાદિયા, સમય રૈના અને અપૂર્વા મખીજા વિરુદ્ધ નોંધાઈ વધુ એક FIR: જયપુરમાં ગુનો દાખલ

    યુ-ટ્યુબ રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર અશ્લીલ ટિપ્પણીઓ કરવા બદલ યુ-ટ્યુબર્સ રણવીર અલાહાબાદિયા, સમય રૈના સહિતના લોકોની મુશ્કેલીઓ વધતી  જ જઈ રહી છે. તાજેતરમાં જ સામે આવ્યું છે કે, આ લોકો વિરુદ્ધ અન્ય એક FIR નોંધાઈ છે.

    અહેવાલ અનુસાર, રાજસ્થાનના ‘જય રાજપૂતાના સંઘે’ રણવીર અલાહાબાદિયા, સમય રૈના, આશિષ ચંચલાની, અપૂર્વા મખીજા અને અન્ય લોકો વિરુદ્ધ BNS એક્ટ, IT એક્ટ અને અન્ય કાયદાઓની કલમો હેઠળ FIR નોંધાવી છે.

    નોંધનીય છે કે, આ પહેલાં ગુવાહાટી સાયબર અને મહારાષ્ટ્ર સાયબર પોલીસમાં FIR નોંધવામાં આવી હતી. હવે નોંધાયેલી FIR ખાર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં હોવાથી, FIRને ઝીરો FIR તરીકે ખાર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

    નોંધનીય છે કે, આ પહેલાં થયેલી FIRને એકમાં સમાહિત કરવા રણવીરે સુપ્રીમ કોર્ટનો આશરો લીધો હતો. સુપ્રીમ કોર્ટ 18 ફેબ્રુઆરીએ રણવીર વિરુદ્ધ નોંધાયેલી FIR વિરુદ્ધની અરજી પર સુનાવણી કરી શકે છે. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ દર્શાવે છે કે, કેસ 18 ફેબ્રુઆરી, 2025ના રોજ એટલે કે આવતીકાલે સૂચિબદ્ધ થઈ શકે છે.