Tuesday, March 11, 2025
More

    રણવીર અલ્લાહબાદિયાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત: પોડકાસ્ટ અપલોડ કરવાની આપી શરતી પરવાનગી

    યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા (Ranveer Allahbadia) જ્યારથી ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં દેખાયો ત્યારથી તે ઘણી મુશ્કેલીમાં છે. જોકે, હવે અલ્હાબાદિયાને સુપ્રીમ કોર્ટ તરફથી થોડી રાહત મળી છે, જેના કારણે તેમને તેમના પોડકાસ્ટ (Podcast) અપલોડ કરવાની મંજૂરી મળી છે.

    અગાઉ, સુપ્રીમ કોર્ટે તેમને સોશિયલ મીડિયા પર પોડકાસ્ટનું પ્રસારણ બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. યુટ્યુબરની અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે તેને શો ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે કારણ કે તે તેની આજીવિકાનો એકમાત્ર સ્ત્રોત હતો.

    તેમને રાહત આપતાં, સુપ્રીમ કોર્ટે રણવીર અલ્લાહબાદિયાને એક બાંયધરી આપવા કહ્યું કે તેમના પોડકાસ્ટ બધા વય જૂથો માટે યોગ્ય રહેશે. તેમને હાલમાં ભારતની બહાર મુસાફરી કરવાની પણ મંજૂરી નથી. તેમના પોડકાસ્ટ દરમિયાન, અલ્લાહબાદિયા ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ (India’s Got Latent) શોની આસપાસના સમગ્ર વિવાદ અને તેમની ટિપ્પણીઓ વિશે વાત પણ કરી શક્યા નહીં.