વિવાદિત યુટ્યુબ શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ મામલે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં ઘણાની પૂછપરછ કરી ચૂકી છે. જેમાં શોમાં ભાગ લેવા માટે અગાઉના એપિસોડમાં આવી ચૂકેલા ‘ઇન્ફ્લુએન્સરો’નો પણ સમાવેશ થાય છે. પરંતુ રણવીર અલાહાબાદિયા કે સમય હજુ મળ્યા નથી.
પોલીસ હાલ રણવીર અલાહાબાદિયાને શોધી રહી છે, જેમનો ફોન બંધ આવી રહ્યો છે અને ઘર પણ બંધ છે. પોલીસ તેને બે વખત સમન્સ પાઠવી ચૂકી છે પરંતુ દેખાયો નથી. હજાર થવાના સ્થાને પોતાના નિવાસસ્થાને નિવેદન નોંધવા માટે વિનંતી કરી હતી, જે પોલીસે સ્વીકારી ન હતી.
પછીથી શુક્રવારે બીજું સમન્સ મોકલવામાં આવ્યું. પછી પણ હાજર ન થતાં પોલીસની એક ટીમ તેના ઘરે પહોંચી હતી, પરંતુ ઘર બંધ જોવા મળ્યું. આ કેસમાં પૂછપરછ કરવા માટે આસામ પોલીસ પણ મુંબઈ પહોંચી છે.
સમય રૈના હાલ અમેરિકામાં શો કરી રહ્યો છે, જેને પણ સમન્સ પાઠવવામાં આવી ચૂક્યાં છે. તેના વકીલે હાજર થવા માટે થોડા દિવસનો સમય માંગ્યો છે.