ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલો મહાકુંભ પૂર્ણ થયો છે. વિશ્વના સૌથી મોટા આ ધાર્મિક આયોજનમાં 60 કરોડથી વધુ સનાતનીઓએ ભાગ લીધો અને એક નવો વિક્રમ રચ્યો. દેશ-વિદેશથી હિંદુઓ આવ્યા, રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાન અને મંત્રીમંડળના અનેક નેતાઓ, વિપક્ષના ઘણા નેતાઓએ પણ પવિત્ર ડુબકી લગાવી, પરંતુ અમુક વિપક્ષી નેતાઓ દૂર રહ્યા. જેમાં રાહુલ ગાંધી પણ એક નામ છે.
તાજેતરમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ બાબતે રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે પોતાને હિંદુ માનતા હોય તો તેમણે કુંભમાં જવું જોઈતું હતું. કારણ કે આ કુંભ કોઈ સરકાર કે પાર્ટીનો નહીં પરંતુ હિંદુઓનો હતો.
जम्मू: केंद्रीय मंत्री रामदास अठावले ने कहा, "राहुल गांधी और उद्धव ठाकरे कुंभ में नहीं गए। मुझे लगता है कि अगर राहुल गांधी और उद्धव ठाकरे हिंदू हैं, तो उन्हें कुंभ में जाना चाहिए था…" pic.twitter.com/r5jotDSBog
— IANS Hindi (@IANSKhabar) February 27, 2025
આઠવલેએ કહ્યું કે, “રાહુલ ગાંધી હિંદુ છે કે નથી? ઉદ્ધવ ઠાકરે હિંદુ છે કે નહીં? તેઓ હિંદુ હોય તો મહાકુંભ જવું જોઈતું હતું. પરંતુ તેઓ નથી ગયા, એનો અર્થ એ થાય કે તેઓ હિંદુ ધર્મમાં નથી માનતા. એટલે જ હિંદુઓએ આગલી ચૂંટણીમાં તેમને મત ન આપવો જોઈએ. જનતા તેમને પાઠ ભણાવશે.”
તેમણે ઉમેર્યું, “આ કુંભ નરેન્દ્ર મોદીનો કે યોગી આદિત્યનાથનો ન હતો, આ કુંભ હિંદુઓનો હતો. 144 વર્ષ બાદ આવનાર કુંભમાં આ બંને નેતાઓએ જવાની જરૂર હતી, પણ તેઓ ન ગયા. એટલે જ જનતાએ તેમને સત્તામાંથી બહાર રાખ્યા છે.”