શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર (Shree Ram Janmabhoomi Teerth Kshetra Trust) ટ્રસ્ટના ઈમેલ આઈડી પર ધમકીભર્યો મેઇલ મોકલવામાં આવ્યો છે. આમાં રામ મંદિરની સુરક્ષાને (Ram Mandir Security Threat) પડકારવામાં આવી છે. ટ્રસ્ટે આ માહિતી અધિકારીઓને આપી છે. આ પછી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. મંદિર પરિસરમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
અહેવાલ અનુસાર 3 એપ્રિલની રાત્રે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર ધમકીભર્યો મેઇલ મોકલવામાં આવ્યો હતો. જેની માહિતી ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી હતી. ત્યારપછી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ. મંદિર પરિસરમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
આસપાસના વિસ્તારો પર પણ CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આ ઈમેલ તમિલનાડુથી મોકલવામાં આવ્યો છે. અયોધ્યાથી તમિલનાડુ સુધીના તમામ સાયબર ક્રાઇમ નિષ્ણાતોને સક્રિય કરવામાં આવ્યા છે. ધમકી આપનાર વ્યક્તિએ પોતાને તમિલનાડુ ISI સેલના ઇન્ચાર્જ તરીકે ઓળખાવ્યો છે.
અયોધ્યા જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે રામ મંદિર ટ્રસ્ટને એક શંકાસ્પદ ઈમેલ મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. ઈમેલમાં, ટ્રસ્ટને રામ મંદિરની સુરક્ષા માટે ખતરો હોવાની ચેતવણી આપવામાં આવી છે.