Monday, June 23, 2025
More

    ‘ઑપરેશન સિંદૂર હજુ પૂર્ણ થયું નથી’: રક્ષામંત્રી રાજનાથ સિંઘે કહ્યું– જે બન્યું એ માત્ર ટ્રેલર હતું, સમય આવ્યે દુનિયાને પિક્ચર પણ બતાવીશું

    રક્ષામંત્રી રાજનાથ સિંઘે ભુજ એરબેઝ ખાતે વાયુસેના અને સેનાના જવાનો સાથે મુલાકાત કરી અને ત્યારબાદ એક સંબોધન પણ કર્યું. તેમણે કહ્યું કે, ઑપરેશન સિંદૂર હજુ પૂર્ણ થયું નથી અને જે કંઈ થયું એ ટ્રેલર માત્ર છે. 

    તેમણે કહ્યું, “ઑપરેશન સિંદૂરે એ સ્પષ્ટ કર્યું છે કે શાંતિ માટે આપણે જેટલું હૃદય મોટું રાખ્યું છે, તેટલા જ દુશ્મનો માટે હાથ પણ ખુલ્લા રાખ્યા છે. હું વધુ એક વાત કહીશ. ઑપરેશન સિંદૂર હજુ પૂર્ણ થયું નથી. જે કંઈ પણ થયું તે માત્ર એક ટ્રેલર હતું. હવે જ્યારે પણ સમય આવશે, સાચો સમય આવશે, ત્યારે આપણે આખું પિક્ચર પણ દુનિયાને બતાવીશું.”

    રાજનાથ સિંઘે ઉમેર્યું કે, “આપણે આપણા આરાધ્ય શ્રીરામના એ માર્ગનું અનુસરણ કરતા આગળ વધી રહ્યા છીએ, જેમાં તેઓ આસુરીશક્તિઓના વિનાશની પ્રતિજ્ઞા લે છે. પ્રભુ શ્રીરામના આદર્શોનું પાલન કરતાં આપણે આતંકવાદને જડમૂળમાંથી ખતમ કરી નાખવાનો સંકલ્પ લીધો છે.”