કોમેડી અભિનેતા રાજપાલ યાદવનો (Rajpal Yadav) દિવાળીની (Diwali) રાત્રે માફી માંગતો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેણે તેના અગાઉના વિડીયો માટે માફી માંગી છે જેમાં તેણે લોકોને દિવાળી પર ફટાકડા (Firecrackers) ન ફોડવા માટે કહ્યું હતું. કોમેડી અભિનેતાએ એક નવા વિડીયોમાં કહ્યું છે કે દિવાળીની આસપાસ ઉત્સવના વાતાવરણને બગાડવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો અને જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય, તો તે તેના માટે માફી માંગે છે.
मैं दिल से माफ़ी मांगता हूँ🙏🏻
— Rajpal Naurang Yadav (@rajpalofficial) October 31, 2024
मेरा मकसद दिवाली की खुशियों को कम करना नहीं था…
दिवाली हमारे लिए खुशियों और रौशनी का पर्व है, और इसे सबके लिए खूबसूरत बनाना ही हमारा असली त्योहार है। आप सबको ढेर सारी शुभकामनाएँ और प्यार, चलिए मिलकर इस दिवाली को खास बनाते हैं 🪔🙏🏻 pic.twitter.com/OQPgSDyWTP
વિડીયોમાં તે કહેતો સંભળાય છે કે, “હું દિલથી ક્ષમા ચાહું છું. મારો હેતુ દિવાળીની ખુશીમાં ઘટાડો કરવાનો ન હતો… દિવાળી આપણા માટે ખુશીઓ અને રોશનીનો તહેવાર છે અને તેને દરેક માટે સુંદર બનાવવો એ આપણો વાસ્તવિક તહેવાર છે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને પ્રેમ, ચાલો સાથે મળીને આ દિવાળીને ખાસ બનાવીએ”
27 ઓક્ટોબરના રોજ, રાજપાલ યાદવે એકવિડીયો શેર કર્યો હતો જેમાં હિંદુઓને દિવાળી પર ફટાકડા ન ફોડવાની સૂચના આપવામાં આવી હતી. વિડીયોમાં રાજપાલ યાદવે દાવો કર્યો છે કે ફટાકડા વગર દિવાળી મનાવી શકાય છે. તેમણે દલીલ કરી હતી કે પ્રાણીઓ મોટા અવાજોથી ડરે છે; તેથી હિંદુઓએ દિવાળી પર ફટાકડા ફોડવાથી દૂર રહેવું જોઈએ.
નોંધનીય છે કે નેટીઝન્સ આ માફીને આજે કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલન સાથે આ અભિનેતાની રિલીઝ થયેલી ફિલ્મ ભૂલ ભૂલૈયા 3 (Bhool Bhulaiya 3) સાથે જોડીને જોઈ રહ્યા છે.