Thursday, April 24, 2025
More

    રાજકોટમાં સીટી બસે કર્યું મોતનું તાંડવ: પૂર ઝડપે સિગ્નલ પાર કરવા જતા 7 જણાને લીધા અડફેટે, 3ના ઘટનાસ્થળે જ મોત

    ગુજરાતના રાજકોટમાં (Rajkot) એક સીટી બસે ભયાનક અકસ્માત (City Bus Accident) સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. અહેવાલ મુજબ રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સીટી બસે 3-4 વાહનોને અડફેટે લીધા હતા. જેના કારણે 3 જણાએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.

    અકસ્માતના પગલે રોષે ભરાયેલા સ્થાનિકોએ તોડફોડ પણ કરી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં દેખાઈ રહ્યું છે કે સિગ્નલ ખુલતા વાહનો પસાર થઈ રહ્યા હતા. ત્યારે આ બધા વાહનોની પાછળથી પૂર ઝડપે સીટી બસ આવી હતી.

    દરમિયાન બસે ટુવ્હીલર સહિત ઘણા વાહનોને અડફેટે લીધા હતા. જેમાં સામાન્ય લોકોનો પણ સમાવેશ છે. અહેવાલ મુજબ ઘટનામાં કુલ 7 જણા અડફેટે ચઢ્યા હતા જેમાંથી 3નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સિવાય કેટલાક ટુવ્હીલર પણ સંપૂર્ણ પણે કચડાઈ ગયા હતા.

    ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે કે બસનો ડ્રાઈવર દારૂ પીને બસ હાંકી રહ્યો હતો. અકસ્માતના કારણે રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ દોડી આવી હતી તથા ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હોવાના પણ અહેવાલ છે.