Sunday, March 16, 2025
More

    કેમ્બ્રિજમાં બે વાર નાપાસ થયા હતા રાજીવ ગાંધી: સાથે ભણતા મણિશંકર ઐયરે કાર્યો ઘટસ્ફોટ, કહ્યું- મને આશ્ચર્ય થયું કે આ પાયલોટ પીએમ કેવી રીતે બન્યો

    પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે કુખ્યાત કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરે (Mani Shankar Aiyar) ફરી એકવાર હોબાળો મચાવ્યો છે. આ વખતે તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીવ ગાંધી (Rajiv Gandhi) પર ટિપ્પણી કરી છે. રાજીવ ગાંધીના વડા પ્રધાન બનવા પર આશ્ચર્ય વ્યક્ત કરતા ઐયરે કહ્યું કે તેઓ એક એરલાઇન પાઇલટ હતા અને કેમ્બ્રિજમાં બે વાર નાપાસ (failed Cambridge) થયા હતા. તેમણે કહ્યું કે આવી વ્યક્તિ પીએમ કેવી રીતે બની શકે?

    તેમણે ઉમેર્યું, “ધ્યાન રાખો, કેમ્બ્રિજમાં નાપાસ થવું ખૂબ જ મુશ્કેલ કામ છે… કારણ કે યુનિવર્સિટી ઓછામાં ઓછું દરેક પાસ થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે. આમ છતાં, રાજીવ ગાંધી બે વાર નાપાસ થયા. આ પછી તે લંડનની ઇમ્પિરિયલ કોલેજ ગયા અને ત્યાં પણ નાપાસ થયા. પછી મેં વિચાર્યું કે આવી વ્યક્તિ દેશના વડા પ્રધાન કેવી રીતે બની શકે?”

    નોંધનીય છે કે મણિશંકર ઐય્યરે દાવો કર્યો હતો કે તેમણે કેમ્બ્રિજમાં રાજીવ ગાંધી સાથે અભ્યાસ કર્યો હતો.