Monday, March 17, 2025
More

    ઘૂસણખોરો વિરુદ્ધ રાજસ્થાન પોલીસનું મોટું ઓપરેશન, જયપુરમાં પકડ્યા 500 રોહિંગ્યા-બાંગ્લાદેશી, શરણાર્થીઓને અપાતાં ગ્રીન કાર્ડ પણ મળી આવ્યા

    ભાજપ શાસિત રાજસ્થાનમાં પોલીસ ઘૂસણખોરો વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. આ શ્રેણીમાં 27 જાન્યુઆરી, 2025ના રોજ જયપુરમાં ગેરકાયદેસર રીતે રહેતા લગભગ 500 બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને પકડવામાં આવ્યા છે. પોલીસને શરણાર્થીઓને આપવામાં આવતા ગ્રીન કાર્ડ પણ મળી આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ કાર્ડ છેતરપિંડીથી બનાવવામાં આવ્યા છે.

    રિપોર્ટ અનુસાર, પકડાયેલા રોહિંગ્યા-બાંગ્લાદેશીઓમાં ઘણા કુખ્યાત ઉન્માદીઓ છે. ડીસીપી (દક્ષિણ) દિગંત આનંદે કહ્યું છે કે, આ અભિયાન જયપુરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચલાવવામાં આવી રહ્યું છે. સોડાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 394 રોહિંગ્યા ઝડપાયા છે. તેમની પાસેથી ગ્રીન કાર્ડ પણ મળી આવ્યા છે. આ સિવાય સાંગાનેર સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા છે.

    નોંધનીય છે કે, ઓક્ટોબર 2024માં પણ પોલીસે 12 બાંગ્લાદેશીઓના પરિવારની ધરપકડ કરી હતી. તેમની પાસેથી આધાર કાર્ડ અને અન્ય બનાવટી દસ્તાવેજો મળી આવ્યા હતા. તેમને પહેલાં ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારત સરકારે તેમને નવેમ્બર 2024માં બાંગ્લાદેશને સોંપી દીધા હતા.