છત્તીસગઢના રાયપુર પોલીસે (Raipur Police) મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પરથી ત્રણ બાંગ્લાદેશી ઘુસણખોરોની (Bangladeshi intruders) ધરપકડ કરી છે. તેમના નામ મોહમ્મદ ઇસ્માઇલ, શેખ અકબર અને શેખ સાજન છે અને ત્રણેય સગા ભાઈઓ છે. બાંગ્લાદેશથી ભારત આવ્યા પછી, આ ત્રણેય લોકોએ નકલી પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો (Fake Documents) બનાવ્યા હતા.
Chhattisgarh: Joint team of ATS and Raipur police arrests 3 Bangladeshi nationals from Mumbai
— Organiser Weekly (@eOrganiser) February 11, 2025
Via: @eOrganiser#Chhattisgarh #Raipur #Bangladesh #Mumbai https://t.co/ynoi0Q2zTa
આ દસ્તાવેજોની મદદથી, તે ત્રણેય ભારતથી ઇરાક ભાગી જવાની તૈયારી કરી રહ્યા હતા. તેમણે આ નકલી કાગળો છત્તીસગઢના રાયપુરમાં જ બનાવડાવ્યા હતા. તેઓ થોડા સમયથી રાયપુરમાં રહેતા હતા. નકલી કાગળો બનાવ્યા પછી, તેઓ હાવડા મેઇલ દ્વારા મુંબઈ ગયા. તે ઇરાકની રાજધાની બગદાદ જઈ રહ્યા હતા. તે ત્યાં યાત્રા વિઝા પર જઈ રહ્યા હતા પણ તેઓની નિયત પરત ફરવાની નહોતી.
પોલીસે આ ત્રણેયને 3 દિવસના રિમાન્ડ પર લીધા છે. પોલીસે જણાવ્યું છે કે રાયપુરમાં નકલી દસ્તાવેજો બનાવતી એક ગેંગ કાર્યરત હતી. તે અહીં નકલી પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો બનાવતા હતા. હાલમાં તેનો આગેવાન ફરાર છે. પોલીસ તેને શોધવામાં વ્યસ્ત છે.