Wednesday, January 29, 2025
More

    રેલી ‘સંવિધાન’ની, ઉપસ્થિત રહ્યા રાહુલ ગાંધી, પણ બેઠાં-બેઠાં જ સ્વીકારી ડૉ. આંબેડકરની પ્રતિમા: નેટિઝન્સે કર્યા ટ્રોલ, ભાજપના પણ પ્રહાર

    27 જાન્યુઆરીએ મધ્યપ્રદેશના (Madhya Pradesh) મહુ ખાતે કોંગ્રેસની (Congress) ‘જય બાપુ, જય ભીમ, જય સંવિધાન’ રેલી યોજાઈ હતી. આ રેલીનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બેઠાં-બેઠાં જ ડૉ. બાબાસાહેબ આંબેડકરની (Dr. B. R Ambedkar) પ્રતિમા સ્વીકારી હોવાનું દેખાઈ રહ્યું છે.

    ઘણા સોશિયલ મીડિયા યુઝર આ બાબતને બાબાસાહેબ આંબેડકરનું અપમાન ગણાવીને રાહુલ ગાંધીને ટ્રોલ કરી રહ્યા છે. નેટિઝન્સનો દાવો છે કે એક તરફ રાહુલ ગાંધી સંવિધાન બચાઓ રેલી કરે છે અને બીજી તરફ આ રીતે ડૉ. આંબેડકરનું અપમાન કરી રહ્યા છે.

    આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેના પર એક યુઝરે લખ્યું હતું કે, “રાહુલ ગાંધી બંધારણને બચાવવા અને આંબેડકરના અવાજને જીવંત રાખવા માટે ફાલતુ પ્રોપેગેન્ડા બનાવી રહ્યા છે.”

    અન્ય એક યુઝરે લખ્યું હતું કે, “આ એ જ કોંગ્રેસ છે, જેમણે ક્યારેય બાબા સાહેબને માન આપ્યું નથી, ભલું થાય ભાજપ સરકારનું જેણે બાબાસાહેબને ભારત રત્ન આપ્યો, કોંગ્રેસે બાબાસાહેબને હરાવનાર વ્યક્તિને પદ્મશ્રી આપીને સન્માનિત કરી હતી, આજે તેમને બાબાસાહેબની યાદ આવી રહી છે, આને જ બેવડું ચરિત્ર કહેવાય.”

    આ સિવાય ભાજપ પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ પણ આ જ વિડીયો શેર કરીને કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી SCવિરોધી અને આંબેડકરવિરોધી છે.

    નોંધનીય છે કે આ જ રેલી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહાકુંભમાં રાજકારણ ઘૂસાડી એવું કહ્યું હતું કે ‘ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર થાય છે? શું તેનાથી તમારા પેટને ખોરાક મળે છે?’ આ મામલે પણ કોંગ્રેસે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.