Tuesday, March 4, 2025
More

    ‘રાહુલ ગાંધીની નાગરિકતા પર કેન્દ્ર સરકાર કેમ નથી આપી રહી જવાબ’- દિલ્હી હાઇકોર્ટનો સવાલ: સુબ્રમણ્યમ સ્વામીએ દાખલ કરી છે અરજી

    દિલ્હી હાઇકોર્ટે (Delhi High Court) કેન્દ્ર સરકારને રાહુલ ગાંધીની નાગરિકતા (Rahul Gandhi’s citizenship) અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે. દિલ્હી હાઇકોર્ટે કહ્યું છે કે કેન્દ્ર સરકારે રાહુલ ગાંધીની નાગરિકતા અંગે અત્યાર સુધી શું તપાસ કરવામાં આવી છે તેનો વિગતવાર અહેવાલ રજૂ કરવો જોઈએ.

    હાઇકોર્ટે આ કેસની સુનાવણી 26 માર્ચે કરવાનું કહ્યું છે. દિલ્હી હાઇકોર્ટે સુબ્રમણ્યમ સ્વામીની (Subramanian Swamy) અરજી પર આ આદેશ આપ્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે 2019માં તેમણે રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા વિશે ગૃહ મંત્રાલયને જાણ કરી હતી પરંતુ હજુ સુધી તેના પર કોઈ જવાબ મળ્યો નથી.

    સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટને જણાવ્યું છે કે ગૃહ મંત્રાલયે આ મામલે રાહુલ ગાંધીને કારણ બતાવો નોટિસ પણ જારી કરી હતી. આ નોટિસ 201 માં જારી કરવામાં આવી હતી. સ્વામીએ એક કંપનીના આધારે રાહુલ ગાંધી પર આ આરોપો લગાવ્યા છે.