અમદાવાદ-ખેડા (Ahmedabad) હાઇવે પરથી મોડી રાત્રે ડ્રગ્સની (MD Drugs) હેરાફેરી કરતા બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંનેની ઓળખ પણ સામે આવી હતી. એકનું નામ રફીકુદ્દીન મોયુદ્દીન શેખ અને મોહમ્મદ દિલદાર પીરમોહંમદ સૈયદ તરીકે થઈ છે. હાલ બંનેની આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘટનાની વિગતો અનુસાર, રવિવારે રાત્રે (29 જૂન) સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે રિક્ષાને રોકી હતી, જેમાંથી 59.800 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજિત 5.98 લાખ જેટલી થાય છે. પોલીસે ડ્રગ્સની સાથે રિક્ષામાં આ માલસામાન લઈને જતાં રફીકુદ્દીન મોયુદ્દીન શેખ અને મોહમ્મદ દિલદાર પીરમોહંમદ સૈયદની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં બંને આરોપીઓએ કેટલીક વાતો કહી હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે, ડ્રગ્સનો જથ્થો દાણીલીમડાના જાવેદ હુસૈન ઉર્ફ બાબુ બશીર અહેમદ અને અંસારીને તેના માણસ સાથે મોકલાવ્યો હતો. હાલ પોલીસ તે દિશામાં તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે.