Saturday, April 19, 2025
More

    મહિને ₹1000ના ભાવે આસપાસના વિસ્તારમાં વીજળીનાં કનેક્શન વહેંચી રહી હતી મદીના મસ્જિદ, વીજ વિભાગની ટીમ પહોંચી તપાસ કરવા

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) રાયબરેલી (Rae Bareilly) ખાતેથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. તાજેતરમાં જ એવો અહેવાલ સામે આવ્યો હતો કે રાયબરેલીમાં આવેલી મદીના મસ્જિદ (Madeena Mosque) વીજળી ચોરી રહી છે. એટલું જ નહીં મસ્જિદમાંથી અન્ય લોકોને ગેરકાયદે કનેક્શન આપીને તેમની પાસેથી દર મહિને 1000 વસૂલતી હતી.

    સુદર્શન ન્યુઝ સાથેની વાતચીતમાં એક વ્યક્તિએ નિવેદન આપ્યું હતું કે તે 17 વર્ષથી રાયબરેલીમાં રહે છે. મસ્જિદ કમિટીએ મસ્જિદમાંથી તેને વીજળીનું ગેરકાયદે કનેક્શન આપ્યું હતું. કમિટી દર મહિને આવા ગેરકાયદે કનેક્શનના ₹1000-1000 ઉઘરાવતી હતી.

    ત્યારે હવે સામે આવેલ અહેવાલ અનુસાર વીજળી વિભાગની ટીમ રાયબરેલીની મદીના મસ્જિદ પહોંચી હતી તથા તપાસ પણ કરી હતી. સુદર્શન ન્યુઝ દ્વારા જે વિડીયો શેર કરવામાં આવ્યો છે, તેમાં મસ્જિદમાંથી નીકળતો વીજળીનો વાયર અન્ય ઘરોમાં જતો દેખાઈ રહ્યો છે. 27 માર્ચે વીજળી વિભાગની ટીમ તપાસ માટે પહોંચી હતી. હવે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે એવું કહેવાઈ રહ્યું છે.