Saturday, March 8, 2025
More

    ખુલ્લી કુરાન, હિંસાને યોગ્ય ગણાવતી આયત અને બોમ્બ બનાવવાની સામગ્રી…: ન્યૂ ઓર્લિયન્સમાં થયેલા આતંકી હુમલાના આરોપી શમસુદ્દીન જબ્બારના ઘરે મળેલી સામગ્રી

    અમેરિકન ફેડરલ અધિકારીઓએ આતંકી શમસુદ્દીન જબ્બરના (Shamsud-Din Jabbar) હ્યુસ્ટનના ઘરની તપાસ પૂર્ણ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે નવા વર્ષના દિવસે ન્યૂ ઓર્લિયન્સની (New Orleans) બોર્બોન સ્ટ્રીટ પર થયેલા આતંકવાદી હુમલા (Terror Attack) માટે આ વ્યક્તિ જવાબદાર છે જેમાં 14 લોકોના મોત અને 35 ઘાયલ થયા હતા.

    નોર્થ હ્યુસ્ટનમાં ISIS સાથે જોડાયેલા આતંકી જબ્બરના ઘરેથી બોમ્બ બનાવવાની સામગ્રી (Bomb-making material) અને મુસ્લિમોના ધાર્મિક પુસ્તક કુરાન (Quran) મળી આવ્યા છે. કુરાનનો તે ભાગ જે હિંસાનું મહિમામંડન કરે છે તે ખુલ્લો જોવા મળ્યો હતો.

    ન્યુ યોર્ક પોસ્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડીયોમાં જબ્બરના બેડરૂમમાં વિસ્ફોટકો ભેગા કરવા માટેની ટેબલ બતાવવામાં આવ્યું છે. નજીકમાં, બુકશેલ્ફની ટોચ પર, કુરાન ખુલ્લી પડી છે જેમાં આયાત 9:111 દેખાય છે. આ આયાતમાં કહ્યું છે કે, “તેઓ અલ્લાહની ખાતર લડે છે અને મારી નાખે છે અને માર્યા જાય છે; આ એક બંધનકર્તા વચન છે…”

    કુરાનનો તે પેસેજ, એટલે કે આયાત 9:111, અલ્લાહના દુશ્મનોને મારી નાખવાની અને જન્નતમાં જગ્યા મેળવવાની વાત કરે છે. ત્યાં ઇસ્લામ વિશે અન્ય ઘણા પુસ્તકો અને નમાજ કરવાનું કપડું હતું.