Tuesday, March 18, 2025
More

    ન્યૂયોર્કના ક્વિન્સ સ્થિત નાઈટ ક્લબમાં ગોળીબાર: 11 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ, બે શંકાસ્પદો ફરાર

    હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, અમેરિકાના (USA) ન્યૂયોર્કમાં (New York) નાઈટ ક્લબમાં (Night Club) સામૂહિક ગોળીબાર (Firing) થયો છે. આ ઘટના બુધવારે (1 જાન્યુઆરી, 2025) રાત્રે બનવા પામી હતી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ન્યૂયોર્કના ક્વિન્સ સ્થિત નાઈટ ક્લબમાં ગોળીબારને લઈને 11 લોકો ઘાયલ થયા છે.

    માહિતી અનુસાર, 1 જાન્યુઆરીની રાત્રે લગભગ 11:20ના સમયે અમજૂરા ઇવેંટ હૉલ નજીક ગોળીબાર થયો હતો. તપાસથી વાકેફ સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે, ઘાયલ થયેલા લગભગ ત્રણ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ન્યૂયોર્ક પોલીસની અનેક ટુકડીઓ હાલ પણ ઘટનાસ્થળે હોવાનું સામે આવ્યું છે.

    આ ઉપરાંત જાણવા મળી રહ્યું છે કે, ગોળીબારની ઘટના સાથે સંકળાયેલા બે સંદિગ્ધ આરોપીઓ ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. હાલ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ ચાલી રહી છે.