ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાન પર કરવામાં આવેલા એરસ્ટ્રાઈકને સફળ ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે, હુમલાનો જે પણ હેતુ હતો, તે સિદ્ધ થયો છે. નોંધવા જેવું છે કે, તાજેતરમાં ઇઝરાયેલ ઈરાનના સૈન્ય ઠેકાણાં પર હુમલો કરી દીધો હતો, જેના કારણે ઈરાનના ચાર જવાનોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું હતું.
ઇઝરાયેલના હુમલા છતાં ઈરાને કહ્યું હતું કે, વધુ નુકસાન થયું નથી, પરંતુ હવે ઇઝરાયેલના વડાપ્રધાને ઇસ્લામિક રાષ્ટ્ર ઈરાનના દાવાનું ખંડન કર્યું છે. નેતન્યાહુએ કહ્યું છે કે, આ ઓપરેશને ઇઝરાયેલની સુરક્ષા અને ભવિષ્યની રણનીતિને મજબૂતી આપી છે.
તેમણે કહ્યું હતું કે, હુમલો ઈરાનના તે ઠેકાણાં પર કરવામાં આવ્યો હતો, જે સીધી રીતે ઇઝરાયેલ માટે જોખમ બની શકે તેમ હતા.