પંજાબ પોલીસનું (Punjab Police) 10 ફેબ્રુઆરીની સવારે અમૃતસરમાં એક એન્કાઉન્ટર થયું હતું. દરમિયાન આતંકવાદી મોડ્યુલનો (Terror Module) પર્દાફાશ થયો છે. આ અંતર્ગત 3 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.
નોંધનીય છે કે 9 ફેબ્રુઆરીની રાત્રે શહેર પોલીસે રાજાસાંસી પાસેથી ફતેહગઢ પોલીસ ચોકીની બહાર થયેલ વિસ્ફોટ મામલે 3ની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ, શંકાસ્પદોએ ASI ગુરજીત સિંઘની પિસ્તોલ છીનવીને પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની પોલીસ સાથે અથડામણ થઈ, જેમાં બે આરોપીઓ ઘાયલ થયા.
Commissionerate Police Amritsar has busted a major terrorist module.
— Commissionerate Police Amritsar (@cpamritsar) February 9, 2025
ਕਮਿਸ਼ਨਰੇਟ ਪੁਲਿਸ ਅੰਮ੍ਰਿਤਸਰ ਵੱਲੋਂ ਇੱਕ ਵੱਡੇ ਅੱਤਵਾਦੀ ਮਾਡਿਊਲ ਦਾ ਕੀਤਾ ਗਿਆ ਪਰਦਾਫਾਸ਼।#AmritsarPolice#YourSafetyOurPriority pic.twitter.com/42gArilgRQ
આ ઉપરાંત એવા પણ અહેવાલ આવેલા છે કે આ એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મી પણ ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા શંકાસ્પદો આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાની યોજના બનાવી રહ્યા હતા પરંતુ તે પહેલાં જ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી એક AK 47 રાઇફલ, .30 બોરની ગ્લોક પિસ્તોલ અને .32 બોરની પિસ્તોલ પણ જપ્ત કરી છે.
પોલીસે જણાવ્યા અનુસાર આ ત્રણેય ગેંગસ્ટરમાંથી આતંકવાદી બનેલા હરપ્રીત સિંઘ ઉર્ફે હેપ્પી પેશનના આતંકવાદી મોડ્યુલનો ભાગ હતો. આરોપીઓની ઓળખ લવપ્રીત સિંઘ, કરણદીપ સિંઘ અને બૂટા સિંઘ તરીકે થઈ છે, જે અમૃતસર ગ્રામીણ વિસ્તારના રહેવાસી છે. એનકાઉન્ટરમાં કરણદીપ અને બૂટા સિંઘ બેય ઘાયલ થયા હતા.