Tuesday, March 4, 2025
More

    ‘જાઓ… કરે રાખો ધરણા-પ્રદર્શન..’: ગુસ્સામાં ખેડૂતો સાથેની બેઠકને છોડીને ભાગ્યા પંજાબના CM ભગવંત માન, કિસાનોએ કહ્યું- પહેલી વખત આવું જોયું

    પોતાની માંગણીઓને લઈને લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ (Farmers) (SKMના 40 નેતાઓ) સોમવારે (3 માર્ચ) પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) સાથે બેઠક કરી હતી. પરંતુ બેઠક દરમિયાન જ થયેલી ઉગ્ર વાતચીત બાદ ભગવંત માન ગુસ્સામાં બેઠક (Meeting) છોડીને જ ભાગી ગયા હતા. આ કારણે ખેડૂતોએ નારાજગી પણ વ્યક્ત કરી છે.

    મુખ્યમંત્રીની આ હરકત બાદ ખેડૂતોએ મીડિયાને કહ્યું છે કે, “અમારી બેઠક ખૂબ સારી ચાલી રહી હતી. કેટલીક માંગણીઓને લઈને દલીલો થઈ હતી. અમારી માંગણી બાદ મુખ્યમંત્રીએ અમારું અપમાન કર્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે, તમે લોકો રસ્તાઓ પર ના બેસતા રહો.” અન્ય એક ખેડૂતે પણ આ ઘટનાને લઈને મીડિયાને નિવેદન આપ્યું છે.

    ખેડૂત નેતા જોગિંદર સિંઘે આજતકને કહ્યું કે, “પહેલી વખત કોઈ મુખ્યમંત્રીને આવું કરતા જોયા છે. અમને CMએ કહ્યું કે, મેં તમારા ધરણાના ડરે બેઠક નથી બોલાવી. ત્યારબાદ તેમણે તેમણે અમને કહ્યું કે, ‘જાઓ કરતા રહો વિરોધ પ્રદર્શન’ અમે તેમને કહ્યું કે, પ્રદર્શન કરવું અમારો હક્ક છે, પરંતુ તેઓ સાંભળ્યા વગર જ ગુસ્સામાં ચાલ્યા ગયા.”