મહારાષ્ટ્રના પુણે (Pune, Maharashtra) જિલ્લામાં ઈન્દ્રાયણી નદી પર બનેલો પુલ (Indrayani river bridge collapse) અચાનક તૂટી પડ્યો છે. પુલ પર ચાલી રહેલા પ્રવાસીઓ નદીના જોરદાર પ્રવાહમાંમાં તણાઈ ગયા. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 25 લોકો ફસાયા હોવાની આશંકા છે. સાથે 6 લોકોના મૃત્યુ થયા હોવાની વાત સામે આવી છે.
પિંપરી-ચિંચવડ પોલીસે બચાવ કામગીરી શરૂ કરી છે. સામે આવ્યું છે કે આ પુલ ઘણો જૂનો હતો અને લાંબા સમયથી યાતાયાત માટે બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ ભારે વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો હતો, જેને જોવા લોકો આ પુલ પર ચડી આવ્યા હતા.
#पुणे, महाराष्ट्र: पुणे के मावल तालुका के कुंदामाला में इंद्रायणी नदी पर बना एक पुल ढह गया, जिससे 25-30 पर्यटक नदी में गिर गए। भारी बारिश के कारण जलस्तर बढ़ गया था।
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) June 15, 2025
स्थानीय पुलिस, दमकल विभाग और NDRF की टीमें घटनास्थल पर पहुंचीं और बचाव अभियान जारी है। pic.twitter.com/3bYJcN0eiq
આ ઘટના રવિવારે (15 જૂન 2025) બપોરે લગભગ 3.30 વાગ્યે બની હતી. નજીકના લોકોએ જણાવ્યું હતું કે પુલ અચાનક તૂટી પડ્યો હતો. આ વિસ્તાર પ્રવાસીઓથી ભરેલો હતો. આ પદયાત્રી પુલ પર લગભગ 100 પ્રવાસીઓ હાજર હતા. પછી અચાનક નદીના બંને કાંઠાને જોડતો પુલ તૂટી પડ્યો.
પિંપરી-ચિંચવડ પોલીસે જણાવ્યું હતું કે, “નદીમાં લગભગ 20-25 લોકો ફસાયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 5 થી 6 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.” પોલીસ અને ફાયર બ્રિગેડના વાહનોએ ઘટનાસ્થળે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. બોટ અને ડાઇવર્સની મદદથી લોકોને બચાવવામાં આવી રહ્યા છે. NDRF ટીમ પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચવાની છે.