Monday, June 23, 2025
More

    પાટણના ભીલવણમાં દલિત પરિવાર પર હુમલો કરનારા મુસ્લિમ આરોપીઓનું જાહેરમાં સરઘસ: પોલીસે ગામમાં લઈ જઈને કરાવ્યું કાયદાનું ભાન

    પાટણના (Patan) સરસ્વતી તાલુકાના ભીલવણમાં (Bhilvan) દલિત પરિવારના (Dalit Family) લગ્નપ્રસંગને લઈને ડીજેનું બહાનું આગળ ધરી મુસ્લિમ ટોળાંએ (Muslim Mob) મારામારી કરી હતી. જોકે, તેમનો મૂળ મુદ્દો 15 વર્ષ બાદ બની રહેલા મંદિરનો હતો. 400થી 500ના મુસ્લિમ ટોળાંએ દલિત પરિવારના મહેમાનો અને સભ્યો પર જીવલેણ હુમલો કર્યો હતો અને હિંદુ મહિલાઓની આબરૂ લૂંટવાના પ્રયાસો પણ કર્યા હતા. જે મામલે હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

    પાટણ પોલીસે SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધ્યા બાદ કેટલાક મુસ્લિમ આરોપીઓનું સરઘસ પણ કાઢ્યું હતું. તેમને ઘટનાસ્થળે હાથકડી પહેરાવીને લઈ જવાયા હતા અને સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સાથે જ મોટી સંખ્યામાં પોલીસ કાફલા પણ ખડકાયા હતા. ઘટનાસ્થળે લઈ જઈને પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું.

    નોંધનીય છે કે, મુસ્લિમ ટોળાંએ લગ્નપ્રસંગે દલિત પરિવાર પર હુમલો કર્યો હતો અને જાતિવિષયક ગાળો આપી હતી. વધુમાં હિંદુઓને ખતમ કરી નાખવાની ધમકી પણ આપી હતી. પીડિત મહિલાએ જણાવ્યું હતું કે, મુસ્લિમ આરોપીઓએ તેમના પરિવારની મહિલાઓની આબરૂ લૂંટવાના પ્રયાસો પણ કર્યા હતા. હાલ આ મામલે કાર્યવાહી ચાલી રહી છે.