તાજેતરમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ (Swaminarayan Sect) હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું હોય એવા ઘણા મામલા સામે આવ્યા છે. થોડાક દિવસો પહેલાં જ એક મામલો સામે આવ્યો હતો કે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતની પુસ્તકમાં દ્વારકાધીશ (Dwarkadhish) સહિત હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરેલું હતું. જેના વિરોધમાં હિંદુ સમાજે પ્રદર્શન કર્યું હતું.
દ્વારકામાં સર્વ બ્રહ્મ સમાજના આગેવાનોની બેઠક મળી હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગૂગળી સમાજના લોકો પણ હાજર રહ્યા હતા. આ લોકોએ મૌન રેલીનું આયોજન કરીને સ્વામિનારાયણ સંતોનો વિરોધ નોંધાવ્યો હતો.
#Dwarka Gugly Brahman Samaj's maun rally against derogatory remarks of #Swaminarayan sants #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/1LHA3meKWv
— Tv9 Gujarati (@tv9gujarati) April 1, 2025
આ ઉપરાંત ગૂગળી સમાજના લોકોએ સ્વામિનારાયણ સંતના નિવેદનની વિરુદ્ધમાં કાયદાકીય લડાઈ પણ શરૂ કરી છે. સમાજે CM ભૂપેન્દ્ર પટેલ અને PM નરેન્દ્ર મોદી સુધી રજૂઆત કરીને ન્યાયની માંગ કરવાની અને ઉપવાસ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
આ અંગે એક આગેવાન યજ્ઞેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, દ્વારકા ખાતે આહિર સમાજ, રણછોડ સમાજ અને અન્ય સમાજોના આગેવાનો બધાને સાથે રાખીને દ્વારકા ખાતે અલગ અલગ મુકામે રેલીઓ યોજીશું અને સ્વામીઓનો વિરોધ કરીશું, આંદોલન કરીશું.