Sunday, April 20, 2025
More

    બંગાળમાં વક્ફ કાયદા વિરુદ્ધનું પ્રદર્શન બન્યું હિંસક, કોલકાતા હાઇકોર્ટે રાજ્યમાં કેન્દ્રીય દળો તૈનાત કરવાનો આપ્યો આદેશ: કેન્દ્ર અને રાજ્ય પાસેથી માંગ્યો રિપોર્ટ

    પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં (Murshidabad Violence) વક્ફ સુધારા કાયદાના વિરોધમાં (Waqf Amendment Act Protest) થયેલી હિંસા બાદ કલકત્તા હાઇકોર્ટે (Calcutta High Court) મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે મુર્શિદાબાદના અશાંત વિસ્તારોમાં કેન્દ્રીય દળો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય ભાજપના નેતા સુવેન્દુ અધિકારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આવ્યો હતો, જેમણે હિંસા વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેન્દ્રીય દળોની માંગ કરી હતી.

    અહેવાલો અનુસાર, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા થયેલી હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં શમશેરગંજમાં પિતા-પુત્રની હત્યાનો પણ સમાવેશ થાય છે. પોલીસે અત્યાર સુધીમાં 138 લોકોની ધરપકડ કરી છે.

    કોલકાતા હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી પરિસ્થિતિ અંગે વિગતવાર અહેવાલ માંગ્યો છે. આગામી સુનાવણી 17 એપ્રિલ 2025ના રોજ થશે. કોર્ટે કહ્યું કે લોકોના જીવન અને સંપત્તિની સુરક્ષા મહત્વપૂર્ણ છે અને જો જરૂર પડે તો અન્ય જિલ્લાઓમાં પણ દળો મોકલી શકાય છે. બંગાળ સરકારે દાવો કર્યો હતો કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કેન્દ્રીય દળોની જરૂર નથી, પરંતુ કોર્ટે તેનો વાંધો ફગાવી દીધો.