Monday, March 24, 2025
More

    બાંગ્લાદેશમાં હિંદુવિરોધી હિંસાને લઈને દિલ્હીના સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન: ગુજરાત-યુપી સહિતના રાજ્યોમાં પણ યોજાશે રેલીઓ

    બાંગ્લાદેશમાં (Bangladesh) હિંદુઓ વિરુદ્ધ થઈ રહેલા અત્યાચારના પડઘા હવે ભારત સુધી પણ પહોંચી ગયા છે. દેશના અલગ-અલગ અનેક ભાગોમાં બાંગ્લાદેશમાં વધી રહેલી હિંદુવિરોધી હિંસાને (Anti-HIndu Violence) લઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. તે જ અનુક્રમે હવે દિલ્હીના સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયની (United Nations Office) બહાર પણ હિંદુઓએ વિરોધ પ્રદર્શન (Protest) કર્યું છે.

    મંગળવારે (3 ડિસેમ્બર) અનેક હિંદુ સંગઠનોએ દિલ્હીના સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું છે. બાંગ્લાદેશમાં હિંદુવિરોધી હિંસાને લઈને આ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાત, યુપી સહિતના અનેક રાજ્યોમાં પણ વિરોધ પ્રદર્શન અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે.

    નોંધવા જેવું છે કે, હિંદુવિરોધી હિંસા બાદ ભારતે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને મોહમ્મદ યુનુસ સરકારને હિંદુઓ સહિતના તમામ લઘુમતીઓની રક્ષા માટે વ્યવસ્થા કરવાની ટકોર કરી છે. તેમ છતાં બાંગ્લાદેશમાં હિંદુવિરોધી હિંસા શમવાનું નામ નથી લઈ રહી.