Friday, April 4, 2025
More

    AIMIM, કોંગ્રેસ અને SDPI સહિતના ઇસ્લામી સંગઠનોએ અમદાવાદમાં વક્ફ બિલ વિરુદ્ધ કર્યું પ્રદર્શન: ખોટો દાવો કરતા કહ્યું- સરકાર મસ્જિદની જમીન ચોરશે

    સંસદના બંને ગૃહોમાં વક્ફ સંશોધન બિલ (Waqf Amendment Bill) પસાર થયા બાદ દેશના વિવિધ શહેરોમાં વક્ફ બિલની વિરુદ્ધમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાંથી અમદાવાદ (Protest in Ahmedabad) પણ બાકાત નથી. આ પ્રદર્શનમાં AIMIM, કોંગ્રેસ ઉપરાંત પ્રતિબંધિત આતંકી સંગઠન PFIની રાજકીય પાંખ SDPI સહિતના ઇસ્લામિક સંગઠનો પણ સામેલ હતા.

    આ વિરોધ પ્રદર્શન જુમ્માની નમાઝ બાદ લાલદરવાજા વિસ્તારમાં આવેલી સીદી સૈયદની જાળી મસ્જિદ પાસે થયું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમો જોડાયા હતા. 2 એપ્રિલે પણ આ મામલે સીદી સૈયદની જાળી પાસે વિરોધ નોંધાવ્યો હતો.

    આ પ્રદર્શનમાં ટોળાએ ‘મોદી તેરી તાનાશાહી નહીં ચલેગી’ તેમજ ‘ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગી’ જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ વિરોધમાં એવા ખોટા દાવા કરવામાં આવ્યા હતા કે સરકાર બિલથી મસ્જિદો ચોરી કરવા માંગે છે. આ સિવાય આ બિલને સંવિધાન વિરોધી ગણાવ્યું હતું. 

    આ વિરોધ દરમિયાન એવા દાવા કરવામાં આવ્યા હતા કે સરકારે રામ જન્મભૂમિની જમીન ચોરી કરી છે, હવે વક્ફ બિલથી મસ્જિદની જમીન પણ ચોરી કરવા માંગે છે. ટોળાએ ધક્કા-મુક્કી સાથે પોલીસ સાથે પણ ઘર્ષણ કર્યું હતું,

    આ સિવાય અમદાવાદના જમાલપુર વિસ્તારમાં પણ AIMIMનાં ગુજરાત પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલા એ બેનરો સાથે વકફ બિલનો વિરોધ કર્યો હતો. પોલીસે પ્રદર્શન કરતા વિરોધીઓની અટકાયત પણ કરી હતી. નોંધનીય છે કે લાલદરવાજા અને જમાલપુર બંને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો છે.