Tuesday, March 18, 2025
More

    વર્ષની શરૂઆત સાથે રાજ્યમાં 23 IPS અધિકારીઓને પ્રમોશન: ગૃહ વિભાગે મોડી રાત્રે કર્યા બઢતીના હુકમ

    વર્ષ 2025ની શરૂઆત સાથે જ રાજ્યમાં 23 IPS અધિકારીઓને પ્રમોશન (Promotion to Officers) આપવામાં આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, ગૃહ વિભાગે (Home Department) મોડી રાત્રે પ્રમોશન ઓર્ડર (Promotion order) જાહેર કર્યા હતા. આ પ્રમોશન ઓર્ડર હેઠળ પોલીસ ભરતી બોર્ડના ડિરેક્ટર જનરલ નિરજા ગોટરૂને DGP કક્ષાએ પ્રમોશન આપવામાં આવ્યું છે.

    આ ઉપરાંત ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવણેને અગ્ર સચિવ સમકક્ષ બઢતી મળી છે. આ દરમિયાન સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ કક્ષાના અધિકારીઓને તેમના ઉપલા સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે.

    આ ઉપરાંત 240 ASI અધિકારીઓને પણ બઢતી આપવામાં આવી છે. 30 ડિસેમ્બર, 2024ના રોજ 240 ASI અધિકારીઓને ખાતાકીય બઢતી પરીક્ષામાં ઉતીર્ણ થતાં તેમને બઢતી આપવામાં આવી છે. 2024ના વર્ષમાં PSIથી લઈને ક્લેરિકલ સ્ટાફ સુધીના કુલ 6770 કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે.