Wednesday, June 25, 2025
More

    પ્રિયંકા ગાંધી ગુમાવી શકે છે સંસદનું સભ્ય પદ, ચૂંટણીના એફિડેવિટમાં સંપત્તિની માહિતી છુપાવવાનો આરોપ: કેરળ હાઇકોર્ટ ઑગસ્ટમાં કરશે સુનાવણી

    કેરળ હાઇકોર્ટે (Kerala High Court) કોંગ્રેસ નેતા (Congress Leader) પ્રિયંકા ગાંધી વાડ્રાને (Priyanka Gandhi Vadra) સમન્સ મોકલ્યું છે. આ સમન્સ ભાજપ નેતા નવ્યા હરિદાસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર મોકલવામાં આવ્યું છે. હરિદાસે નવેમ્બર 2024માં વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની જીતને પડકાર ફેંક્યો છે અને આરોપ લગાવ્યો છે કે તેમણે ચૂંટણી લડતી વખતે તેમની અને તેમના પતિ રોબર્ટ વાડ્રાની ઘણી મિલકતો અને રોકાણો વિશેની માહિતી છુપાવી હતી.

    નવ્યા હરિદાસનું કહેવું છે કે, આ નિયમોનું ઉલ્લંઘન છે અને મતદારોને આનાથી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. હરિદાસે કોર્ટને પ્રિયંકા ગાંધીની જીત રદ કરવાની માંગ કરી છે.

    હવે આ કેસની સુનાવણી ઑગસ્ટ 2025માં થશે. પ્રિયંકા ગાંધીએ વાયનાડ પેટાચૂંટણી 5 લાખથી વધુ મતોથી જીતી હતી, પરંતુ હવે તેમની જીત પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે.