Wednesday, February 5, 2025
More

    નોઈડાની 4 શાળાઓને મળી બોમ્બની ધમકી: વિદ્યાર્થીઓને ઘરે મોકલાયા, તપાસમાં કાંઈ ન મળ્યું

    નોઈડાની (Noida) ચાર શાળાઓને (Schools) બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો (bomb threat) ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. નોઈડા પોલીસના નિવેદન મુજબ, સ્ટેપ બાય સ્ટેપ સ્કૂલ, ધ હેરિટેજ સ્કૂલ, જ્ઞાનશ્રી સ્કૂલ અને મયૂર સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

    નોઈડાના એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ADCP) સુમિત શુક્લાએ જણાવ્યું હતું કે, “બુધવારે સવારે અમને ઈમરજન્સી હેલ્પલાઈન નંબર પર માહિતી મળી કે ચાર શાળાઓને બોમ્બ ધમકીભર્યા મેઈલ મળ્યા છે. માહિતી મળતાં, ફાયર ફાઇટર, બોમ્બ ડિટેક્શન ટીમ અને ડોગ સ્ક્વોડ સહિત પોલીસની એક ટીમે પરિસરની તપાસ કરી અને જાણવા મળ્યું કે મેઇલ બનાવટી હતો.”

    મયૂર સ્કૂલ સિવાય, ત્રણેય શાળાઓમાં વર્ગો સમાન્ય રીતે ચાલી રહ્યા છે, એમ એડીસીપી શુક્લાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, બુધવારે સવારે જ્યારે તેમનો સ્ટાફ શાળાએ પહોંચ્યો અને મેઇલ ચકાસ્યા ત્યારે તેમણે આ ધમકીની જાણકારી મળી હતી.