Sunday, May 18, 2025
More

    અમરેલીમાં ખાનગી કંપનીનું ટ્રેનિંગ વિમાન થયું ક્રેશ: એક વ્યક્તિનું મોત, બચાવ કામગીરી પૂર્ણ

    અમરેલી (Amreli) જિલ્લાના એક રહેણાંક વિસ્તારમાં એક વિમાન તૂટી પડવાના (plane crash) સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલીના ગિરિયા રોડ પર એક ખાનગી કંપનીનું ટ્રેનિંગ વિમાન તૂટી પડ્યું હતું. હમણાં સુધી આ અકસ્માતમાં એક વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે.

    અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહીંયાએ માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લાના ગિરિયા રૉડ પર ખાનગી કંપનીનું એક વિમાન ક્રેશ થયુ છે, જેમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ. જોકે, પ્લેન ક્રેશ થયું ત્યાં આસપાસમાં કોઈ નુકસાનના અહેવાલ નથી.

    રહેણાંક વિસ્તારની નજીક પ્લેન ક્રેશ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. માહિતી સામે આવી રહી છે કે, પ્લેન ક્રેશમાં જે વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે તે ટ્રેઇની પાયલટ હતો, આ પ્લેન ખાનગી કંપનીના ‘દાદા સંચાલિત પાયલોટ ટ્રેનિંગ સેન્ટર’નું હોવાનું મનાઈ રહ્યું છે. 

    હાલ ફાયર, પોલીસ સહિતના વિભાગોના અધિકારી ઘટનાસ્થળે હાજર છે. તેઓ વધુ તપાસ આકરી રહ્યા છે.