Sunday, March 23, 2025
More

    ફ્રાન્સ મુલાકાત બાદ PM મોદી પહોંચ્યા અમેરિકા: ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડ સાથે કરી મુલાકાત, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મસ્કને પણ મળશે

    ફ્રાન્સની મુલાકાત પૂર્ણ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 ફેબ્રુઆરીની સવારે (સ્થાનિક સમય) વોશિંગ્ટન ડીસીમાં (PM Modi US Visit) જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પહોંચ્યા હતા. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) બીજા કાર્યકાળ બાદ PM મોદીની અમેરિકાની પહેલી મુલાકાત છે.

    અમેરિકા મુલાકત પહેલાં તેમણે કહ્યું હતું કે તેઓ ‘મિત્ર’ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા આતુર છે. PM મોદીએ યુએસ ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડ સાથે મુલાકાત કરી હતી. ત્યારપછી તેઓ ઈલોન મસ્કને પણ મળવાના છે. આ સિવાય રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે પણ મુલાકાત કરશે.

    મહત્વની બાબત છે કે ટ્રમ્પે અનેક દેશો પર લાદેલા વેપાર ટેરિફ, ગાઝા પીસ પ્લાન અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના દેશનિકાલના વિવાદો દરમિયાન આ મુલાકાત થઈ રહી છે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગરૂપેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

    આ સિવાય ચર્ચાના મુદ્દામાં વેપાર, રોકાણ, સંરક્ષણ, ઊર્જા, ઇમિગ્રેશન અને ઇન્ડો-પેસિફિક પર બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક સંકલન, ચીનના આક્રમકતાનો કોડ, ક્વાડ સહિત પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અને ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર સંબંધિત મામલાનો સમાવેશ થાય છે.