Wednesday, December 4, 2024
More

    ‘ઐતિહાસિક વિજય બદલ અભિનંદન, સાથે મળીને વિશ્વશાંતિ માટે કામ કરીશું’: પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને પાઠવી શુભકામનાઓ

    અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને શુભકામનાઓ પાઠવી છે. 

    X પર પોસ્ટ કરીને પીએમ મોદીએ લખ્યું, “ઐતિહાસિક જીત બદલ મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને શુભકામનાઓ. તમે તમારા પાછલા કાર્યકાળની સફળતાઓને આગળ લઈ જશો તેવો વિશ્વાસ છે. હું પણ ભારત-અમેરિકા વચ્ચેની વ્યાપક વૈશ્વિક અને રણનીતિક ભાગીદારીને વધુ ગાઢ કરવા માટે આપણા દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા માટે તત્પર છું.”

    તેમણે આગળ કહ્યું કે, “સાથે મળીને આપણા નાગરિકોની સુખાકારી અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે કામ કરીશું.”

    અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત નિશ્ચિત થઈ ગઈ છે અને હવે માત્ર ઔપચારિકતાઓ બાકી રહી છે.