Tuesday, March 25, 2025
More

    પ્રધાનમંત્રી મોદી આજે જોશે ‘ધ સાબરમતી રિપોર્ટ’: ગોધરાકાંડ પર બનેલી છે આ ફિલ્મ

    છેલ્લા ઘણા સમયથી દેશમાં એક ફિલ્મની ભારે ચર્ચા છે. એ ફિલ્મ છે ‘ધ સાબરમતી રિપોર્ટ’ (The Sabarmati Report). લોકો ફિલ્મના ખૂબ વખાણ કરી રહ્યા છે અને અનેક રાજ્યોમાં તેને ટેક્સ ફ્રી ઘોષિત કરી દેવાઈ છે. હવે સમાચાર મળી રહ્યા છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ ફિલ્મ જોવાના છે.

    અહેવાલો અનુસાર પ્રધાનમંત્રી મોદી આજે સાંજે 4 વાગ્યે સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં (Balyogi Auditorium) ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળશે.

    નોંધનીય છે કે આ ફિલ્મ ગોધરા રેલવે સ્ટેશન પર મુસ્લિમો દ્વારા સળગાવાયેલ હિંદુ કારસેવકો ભરેલી સાબરમતી એક્સપ્રેસ વિશે વાત કરે છે. આ ઘટના ગોધરાકાંડ (godhra kand) તરીકે પણ ઓળખાય છે.