Tuesday, June 24, 2025
More

    ‘ધર્મની સ્થાપના માટે શસ્ત્ર ઉઠાવવા આપણી પરંપરા’: આદમપુર એરબેઝ પરથી PM મોદીની ગર્જના, કહ્યું- દીકરીઓના સિંદૂર ભૂંસનારાઓને ઘરમાં ઘૂસીને માર્યા

    PM નરેન્દ્ર મોદી મંગળવારે (13 મે) પંજાબના આદમપુર એરબેઝ પર પહોંચ્યા હતા. અહીં તેમણે વાયુસેનાના યોદ્ધાઓ સાથે વાતચીત કરી હતી અને તેમની વીરતાભરી વાતો સાંભળીને ઑપરેશન સિંદૂરના તેમના અનુભવો સાંભળ્યા હતા. અહીં તેમણે વાયુસેનાના સૈનિકો સાથે ‘ભારત માતા કી જય’ના નારા લગાવીને જોશ ભરવાનું કામ કર્યું હતું. સાથે તેમણે વાયુસેનાના યોદ્ધાઓને નમન કરીને તેમની પ્રશંસા પણ કરી હતી.

    આ સાથે જ તેમણે વાયુસેનાના યોદ્ધાને સંબોધિત પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “ધર્મની સ્થાપના માટે શસ્ત્ર ઉઠાવવા આપણી પરંપરા છે. તેથી જ્યારે આપણી બહેન-દીકરીઓના દીંડુર ભૂંસવામાં આવ્યા હતા તો આપણે આતંકીઓને તેમના ઘરમાં જઈને કચડી નાખ્યા.” વધુમાં તેમણે સેનાની વીરતાને પણ નમન કર્યું હતું.

    તેમણે વધુમાં કહ્યું હતું કે, “આતંકવાદીઓએ જેને લલકાર્યા છે, તે હિન્દની સેના છે. આપણે તેના પર સામેથી પ્રહાર કરીને તેમને માર્યા છે. આતંકના તમામ અડ્ડાઓને માટીમાં ભેળવી દીધા છે.” આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ એવું પણ કહ્યું હતું કે, હવે આતંકવાદીઓ અને તેમના આકાઓ બંને સાથે સરખો જ વ્યવહાર કરવામાં આવશે.