બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) પ્રશંસા કરી હતી. તેઓએ તેમને ‘એક અદ્ભુત વ્યક્તિ’ ગણાવ્યા અને પુષ્ટિ આપી કે બંને નેતાઓએ પાછલી રાત્રે ફોન પર વાત કરી હતી.
વોશિંગ્ટનમાં પત્રકારો સાથે વાત કરતા, ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની અમેરિકા મુલાકાત દરમિયાન તેઓ રાજદ્વારી રીતે શું પ્રાપ્ત કરવાની આશા રાખે છે. જેના જવાબમાં તેઓએ કહ્યું, “હું પાકિસ્તાનને પ્રેમ કરું છું. મને લાગે છે કે મોદી એક અદ્ભુત વ્યક્તિ છે, મેં ગઈકાલે રાત્રે તેમની સાથે વાત કરી હતી. અમે ભારતના મોદી સાથે વેપાર સોદો કરીશું,”
તેઓએ કહ્યું કે, “મેં PM મોદીને કેનેડાથી સીધા અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓએ તે મંજૂર કર્યું નહોતું.”
मोदी एक शानदार व्यक्ति हैं,
— Panchjanya (@epanchjanya) June 19, 2025
मैंने उनसे कनाडा से लौटते समय अमेरिका आने का न्योता दिया था लेकिन उन्होंने स्वीकार नहीं किया।
पाकिस्तान एक लोकतांत्रिक देश नहीं है इसलिए मैंने वहां के असली बॉस आसिम मुनीर से मुलाकात की है।
: डोनाल्ड ट्रंप, राष्ट्रपति, अमेरिका pic.twitter.com/jzzewRFMon
આ પહેલા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે મંગળવારે ટ્રમ્પ સાથે 35 મિનિટ લાંબી ફોન વાતચીતમાં મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારત કોઈની મધ્યસ્થી સ્વીકારતું નથી અને “ક્યારેય સ્વીકારશે પણ નહીં”. તેમણે કહ્યું કે ઇસ્લામાબાદની વિનંતી પર લશ્કરી કાર્યવાહી રોકવા અંગે ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે વાતચીત શરૂ થઈ હતી.