Sunday, March 16, 2025
More

    મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ 

    પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી એન બિરેન સિંઘે અહીં રાજીનામું આપ્યું હતું. ત્યારથી જ અટકળો વહેતી થઈ હતી કે નવી સરકારને સ્થાને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવી શકે છે. 

    આખરે બંધારણના આર્ટિકલ 356નો ઉપયોગ કરીને મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. હવે રાજ્યપાલ જ કાર્યકારી શાસક તરીકે સંચાલન કરશે. અજય કુમાર ભલ્લા, જેઓ કેન્દ્રીય ગૃહ સચિવ પદેથી નિવૃત્ત થયા હતા, તેમને તાજેતરમાં જ અહીંના રાજ્યપાલ નીમવામાં આવ્યા છે. 

    મણિપુરમાં મે, 2022માં જાતીય હિંસા ફાટી નીકળી હતી, જેના કારણે લાખો લોકો અસરગ્રસ્ત થયા છે. ઘણા મહિનાઓ સુધી હિંસા ચાલ્યા બાદ ઘણોખરો કાબૂ મેળવી લેવાયો હતો, પરંતુ પછી પણ અરાજકતા અને અશાંતિની સ્થિતિ ચાલુ જ હતી. હવે રાજ્ય સીધું કેન્દ્રની નજર હેઠળ આવી ગયું છે.