Saturday, March 15, 2025
More

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પહોંચ્યા મહાકુંભ, પ્રયાગ સંગમમાં કર્યું સ્નાન: અક્ષયવટ અને બડે હનુમાન મંદિરની લેશે મુલાકાત

    ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પ્રયાગરાજ પહોંચ્યા છે. અહીં તેમણે મહાકુંભમાં સંગમ સ્નાન કર્યું છે. આ પહેલાં વડાપ્રધાન મોદીએ પણ સંગમ સ્નાન કર્યું હતું. આ સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કુંભમાં સ્નાન કરનારા બીજા રાષ્ટ્રપતિ બની ગયા છે. આ પહેલાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કુંભમાં સ્નાન કર્યું હતું.

    વધુમાં જાણવા મળ્યું છે કે, તેઓ સંગમ સ્નાન કરીને અક્ષયવટ અને બડે હનુમાનજી મંદિરમાં દર્શન અને પૂજન-અર્ચન પણ કરશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિની મુલાકાતને જોતાં પ્રયાગરાજમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

    રાષ્ટ્રપતિ દ્વારા રવિવારે (9 ફેબ્રુઆરી) જારી કરવામાં આવેલા એક આધિકારિક નિવેદનમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 8 કલાકથી પણ વધુ સમય સુધી પ્રયાગરાજમાં રહેશે.