28 જાન્યુઆરીની રાત્રિએ પ્રયાગરાજ મહાકુંભમાં (Prayagraj Maha kumbh – 2025) મૌની અમાવાસ્યા નિમિત્તે સંગમ ઘાટ પર સ્નાન કરવા માટે થઇને ભાગદોડ (Stampede) મચી હોવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં કેટલાક લોકો ઘાયલ થયા અને કેટલાકના મૃત્યુ થયાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારે હવે આ મામલે ચોંકાવનારા દાવા કરવામાં આવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ત્યાં હાજર શ્રદ્ધાળુઓ એવા દાવા કરી રહ્યા છે કે આ નાસભાગ જાણી કરીને મચાવવામાં આવી હતી. શ્રદ્ધાળુઓનું કહેવું છે કેટલાક અસામાજિક તત્વો હતા જે લાલ ઝંડા લઈને આવ્યા હતા અને જાણી જોઇને ધક્કામુક્કી કરવા લાગ્યા.
कुछ तो आसामाजिक तत्व थे … pic.twitter.com/EMh9kUvVuk
— Political Kida (@PoliticalKida) January 29, 2025
એક મહિલા શ્રદ્ધાળુઓએ એવો દાવો કર્યો હતો કે “અમે જ્યાં ઉભા હતા ત્યાં ઢાળ હતો. એ જ વખતે કેટલાક અસામાજિક તત્વો અચાનક ઝંડાઓ લઈને આવ્યા અને અમને પાડી નાખ્યા.” તેમણે કહ્યું કે 10 કે તેથી વધુ લોકો તેમની ઉપર જાણી જોઇને પડ્યા હતા.
નોંધનીય છે કે આ મામલે પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને પરિસ્થિતિ પણ કાબૂ મેળવ્યો હતો. ત્યારપછી CM યોગીએ પણ આ અંગે નિવેદન આપ્યું હતું.