Sunday, March 23, 2025
More

    ‘પીવાલાયક છે પ્રયાગરાજ સંગમનું પાણી’: CM યોગીએ ‘ફેકલ બેક્ટેરિયા રિપોર્ટ’ ફગાવ્યો

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi) તે રિપોર્ટને (Report) ફગાવી દીધો છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મહાકુંભ (Mahakumbh) દરમિયાન ઘણી જગ્યાઓ પર પાણીમાં સ્નાન માટે સ્વીકાર્ય સ્તર કરતાં વધુ માત્રામાં ફેકલ (મળ) બેક્ટેરિયા હાજર છે.

    CM યોગીએ કહ્યું કે, “અત્યારે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ, ત્યાં સુધીમાં 56.25 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. સનાતન ધર્મ, મા ગંગા, ભારત અથવા મહાકુંભ વિરુદ્ધ પાયાવિહોણા આરોપો ફેલાવવા અથવા ખોટા વિડીયો ફેલાવવા એ 56 કરોડ લોકોની આસ્થાને ઓછી આંકવા જેવું છે.”

    ઉત્તર પ્રદેશ વિધાનસભાને સંબોધિત કરતા CM યોગી આદિત્યનાથે ‘સનાતન ધર્મ, મા ગંગા અને ભારત’ વિશે ખોટી માહિતી ફેલાવનારાઓની ટીકા કરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે, ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતીના સંગમનું પાણી ‘પીવાલાયક છે.’

    નોંધનીય છે કે, ગંગા અને યમુનામાં શુદ્ધિકરણ વિનાના ગંદા પાણી છોડવાના આરોપો પર સુનાવણી દરમિયાન, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (NGT) સોમવારે જણાવ્યું હતું કે, મહાકુંભમાં અનેક વિસ્તારોમાં મળ અને ટોટલ કોલિફોર્મનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું હતું.

    કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા NGTને સુપરત કરાયેલા અહેવાલ મુજબ, 12 અને 13 જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવેલા પાણીની ગુણવત્તાના પરીક્ષણોમાં જાણવા મળ્યું હતું કે, પાણી પીવા માટે તો દૂર, સ્નાન કરવા માટે પણ અયોગ્ય હતું. અહેવાલમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે, ખાસ કરીને શુભ દિવસોમાં નદીમાં સ્નાન કરતા શ્રદ્ધાળુઓની મોટી સંખ્યા મળ દૂષણમાં વધારો કરવામાં ફાળો આપે છે.