Wednesday, June 25, 2025
More

    કાશ્મીરમાં લાગ્યા પહલગામ હુમલામાં સામેલ ત્રણ પાકિસ્તાની આતંકીઓના પોસ્ટર, ₹20 લાખનું ઈનામ જાહેર: સેનાએ શરૂ કર્યું એન્કાઉન્ટર

    કાશ્મીરમાં પહલગામ આતંકી હુમલામાં સામેલ ત્રણ આતંકીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં મંગળવારે (13 મે) સેનાએ આ પોસ્ટર લગાવ્યા છે. પોસ્ટ લગાવ્યાના થોડા જ સમયમાં સમાચાર સામે આવ્યા છે કે, શોપિયાંમાં સેનાએ ઑપરેશન શરૂ કર્યું છે અને 2 કે ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા છે. હાલ ઑપરેશન ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

    શોપિયાંમાં સેનાએ જે આતંકીઓના પોસ્ટ લગાવ્યા છે, તેના પર ₹20 લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી, સાંબા, કુપવાડા અને બારામુલામાં શાળાઓ બંધ હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. આ સાથે જ સેનાએ પણ ઑપરેશન હાથ ધર્યું છે.

    ભાસ્કરના અહેવાલમાં સેના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, શુકરુના જંગલોમાં એન્કાઉન્ટર ચાલુ છે. સુરક્ષાદળોએ 2 કે 3 આતંકવાદીઓને ઘેરી લીધા હોવાના સમાચાર છે. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જ કહ્યું હતું કે, ઑપરેશન સિંદૂર સતત ચાલતું રહેશે.