Tuesday, March 18, 2025
More

    કોંગ્રેસના નવા મુખ્યમથકના ઉદ્ઘાટન પહેલાં બહાર લાગ્યાં ‘સરદાર મનમોહન સિંઘ ભવન’નાં પોસ્ટર, સરકારને સલાહ આપતી પાર્ટીએ ઇન્દિરા ગાંધી ભવન આપ્યું છે નામ

    રાજધાની દિલ્હીમાં (Delhi) કોંગ્રેસે (Congress) પોતાનું નવું મુખ્યમથક (Headquarters) બનાવ્યું છે. બુધવારે (15 જાન્યુઆરી) કોંગ્રેસના નવા મુખ્યમથકનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. પરંતુ તે પહેલાં જ વાતાવરણ થોડું ગરમાયેલું જોવા મળી રહ્યું છે. કારણ કે, નવા મુખ્યમથકની બહાર મનમોહન સિંઘના (Manmohan Singh) પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને સાથે લખવામાં આવ્યું છે કે, ‘સરદાર મનમોહન સિંઘ ભવન’.

    અહીં એ પણ નોંધવા જેવું છે કે, સરકારને બધી વાતોમાં સલાહ આપતી પાર્ટી કોંગ્રેસે આ મુખ્યમથકનું નામ ‘ઇન્દિરા ગાંધી ભવન’ રાખ્યું છે. જે બાદ ઉદ્ઘાટન પહેલાં જ ભવનની બહાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના પોસ્ટરો જોવા મળી રહ્યા છે.

    પોસ્ટરોમાં મનમોહન સિંઘની તસવીર પણ જોવા મળી રહી છે. આ સાથે જ તેના પર ‘સરદાર મનમોહન સિંઘ ભવન’ લખવામાં આવ્યું છે. આ પોસ્ટર એવા સમયે લગાવવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ સતત દિલ્હીમાં મનમોહન સિંઘના નામ પર સ્મારક બનાવવાની સલાહ આપી રહી છે. જ્યારે બીજી તરફ તેમની જ પાર્ટીમાં નવા મુખ્યાલયના નામને લઈને ખેંચતાણ જોવા મળી રહી છે.