Tuesday, March 18, 2025
More

    પોરબંદરથી ડ્રગ્સ સાથે પકડાયેલા 8 ઈરાનીઓ 4 દિવસના રિમાન્ડ પર

    તાજેતરમાં ગુજરાત ATS અને એનસીબીએ સંયુક્ત ઑપરેશન પાર પાડીને પોરબંદરના દરિયામાંથી એક બોટ પકડી લીધી હતી, જેમાંથી 700 કિલોગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. આ સાથે કુલ 8 વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી હતી, જે તમામ ઈરાની નાગરિકો છે. 

    તમામની ધરપકડ બાદ સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેમને કોર્ટે ચાર દિવસ માટેના રિમાન્ડ પર મોકલી આપ્યા હતા. જોકે, એજન્સીઓએ તેમના 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. 

    જાણવા મળ્યા અનુસાર, જપ્ત કરવામાં આવેલું ડ્રગ્સ મેથ છે અને તેની કિંમત ₹2500થી ₹3500 કરોડ વચ્ચે હોય શકે છે. 

    હાલ આ ડ્રગ્સ કોણે મંગાવ્યું હતું અને ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું તે બાબતની તપાસ એજન્સીઓ કરી રહી છે.