બધી રીતે કંગાળ થઈને દુનિયા આખીમાં ભીખ માંગતા પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે ભારતને લઈને હાસ્યાસ્પદ નિવેદન આપ્યું છે. શરીફે POKના મુઝફ્ફરબાદમાં રેલીને સંબોધિત કરીને ફાંકા-ફોજદારી કરી છે, જેથી કરીને લોકો કામના હિસાબ માંગવાની જગ્યાએ હંમેશાની જેમ ભારતને પાડી દેવાના વિચારોમાં ગરકાવ થઈ જાય અને આખો મુલક ખાડે જાય.
If I don't defeat #India, my name is not Shehbaz Sharif," says PM Shehbaz, pledging to outpace regional rivals like India in development. Speaking in Dera Ghazi Khan, he emphasized the need for unprecedented federal-provincial collaboration to steer Pakistan towards progress.… pic.twitter.com/nQudEuLH2K
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) February 22, 2025
મુઝફ્ફરબાદમાં રેલીને સંબોધતા વખતે પાકિસ્તાનના PMએ ‘ખુદાની કસમ’ ખાઈને કહ્યું કે, “હું ભારતને ન હરાવું તો મારુ નામ બદલી નાખજો.” જોકે, તેમણે યુદ્ધમાં હરાવવાની વાત નથી કરી. પરંતુ તેમણે, દેશના વિકાસ મુદ્દે આવું હાસ્યાસ્પદ નિવેદન આપ્યું છે. બૂમો પાડી-પાડીને તેઓ બોલ્યા છે.
ખૂબ જ આક્રમક રીતે તેમણે ભાષણમાં કહ્યું કે, “જઓ વિકાસ મામલે પાકિસ્તાન હિન્દુસ્તાનથી આગળ ન નીકળે તો મારુ નામ શાહબાઝ શરીફ નહીં રહે.” આ સાથે તેમણે પાકિસ્તાનને ‘મહાન’ દેશ બનાવવા માટેની કસમ પણ ખાધી હતી. સોશિયલ મીડિયા પર તે વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.