અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન પણ થયું હતું. હવે 15 જૂનના રોજ તેમના DNA મેચ થયા બાદ તેમના મૃતદેહને પરિવારને સોંપી દેવામાં આવ્યો છે. ત્યારે એક દિવસના રાજકીય શોકની જાહેરાત પણ કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે, વિજય રૂપાણીના નિધન પર્ એક દિવસીય રાજકીય શોક 16 જૂનના રોજ રાખવામાં આવશે. વધુમાં સાંજે રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવશે.

રાજ્ય સરકાર તરફથી આ વિશેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ સોમવારે તમામ બિલ્ડિંગ પર્ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આ ઉપરાંત સાંજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ ઉપરાંત શોકના દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ પણ યોજાશે નહીં. વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર 16 જૂનના રોજ રાજકોટ ખાતે કરવામાં આવશે. રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે.