Thursday, March 6, 2025
More

    સંભલ હિંસા મામલે પોલીસે આદર્યું સર્ચ ઓપરેશન: મળી આવ્યા વિદેશી હથિયારોના અઢળક ખોખા

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સંભલમાં (Sambhal) થયેલી હિંસા (Violence) મામલે હવે તપાસ તેજ થઈ હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, સંભલ હિંસા કેસને લઈને પોલીસે સર્ચ ઓપરેશન (Search Operation) હાથ ધર્યું છે. જામા મસ્જિદની આસપાસના આ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસના જવાનો પણ સાથે રાખવામાં આવ્યા છે.

    માહિતી અનુસાર, સંભલ હિંસા મામલે સર્ચ ઓપરેશન હાથ ધરી પોલીસની ટીમો ઘટનાસ્થળ પર તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન અનેક વિદેશી હથિયારોના ખોખા (Foreign weapon shells) મળી આવ્યા હોવાનું કહેવાય રહ્યું છે. આ તમામ ખોખાઓ પર ‘મેડ ઇન ઇન્ડિયા’ લખેલું પણ જોવા મળે છે. પોલીસ હાલ આ ઘટનાને લઈને વધુ તપાસ કરી રહી છે.

    નોંધવા જેવું છે કે, 24 નવેમ્બરના રોજ કોર્ટના આદેશ બાદ ASIની ટીમે વિવાદિત જામા મસ્જિદનો સરવે હાથ ધર્યો હતો. તે દરમિયાન જ ત્યાં હાજર મુસ્લિમ ટોળાંએ પોલીસ અને સરવે ટીમ પર હુમલો કરી દીધો હતો અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. તેમ છતાં ઇસ્લામી ટોળાંએ હુમલો શરૂ રાખ્યો હતો.