Sunday, March 23, 2025
More

    ડાસના મંદિર પર થયેલ હુમલાના કેસમાં AltNewsના સહસ્થાપક મોહમ્મદ ઝુબેરની પોલીસે કરી પૂછપરછ

    ગાઝિયાબાદ પોલીસે (Ghaziabad police) સોમવારે (30 ડિસેમ્બરે) AltNewsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરની (Mohammed Zubair) પૂછપરછ કરી (interrogated) હતી. રિપોર્ટ અનુસાર, ઝુબેર પોતાનું નિવેદન નોંધવા ગાઝિયાબાદ પોલીસ પાસે પહોંચ્યો હતો. ડાસના મંદિરના (Dasna Ashram) યતિ નરસિમ્હાનંદ સરસ્વતી (Yati Narasinghanand Saraswati) ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ઉદિતા ત્યાગી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં તેમની 4 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

    કવિનગર એસીપી અભિષેક શ્રીવાસ્તવે મીડિયાને જણાવ્યું હતું કે ઝુબેરની એક કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેના પર સાંપ્રદાયિક નફરત (communal hatred) ફેલાવવાનો અને યતિ નરસિમ્હાનંદનો એડિટેડ વિડીયો પોસ્ટ કરવાનો આરોપ છે.

    ઝુબેરની પોસ્ટ બાદ 3 ઓક્ટોબરે મુસ્લિમોના એક મોટા ટોળાએ ડાસના આશ્રમ પર હુમલો કર્યો હતો. 20 ડિસેમ્બર 2024ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad High Court) મોહમ્મદ ઝુબેરની ધરપકડ પર રોક લગાવી દીધી હતી અને તેને દેશ છોડવા પર રોક લગાવી દીધી હતી.