ગુરુવારે દેશભરમાં મહર્ષિ વાલ્મિકીની જન્મ જયંતિ (Valmiki Jayanti) ઉજવાઈ રહી છે. તેઓને હિંદુઓના પવિત્ર ગ્રંથ રામાયણના (Ramayan) રચયિતા તરીકે ઓળખવામાં આવે છે. PM મોદીએ (PM Modi) પણ આ ખાસ દિવસે દેશવાસીઓને શુભકામના પાઠવી છે.
પોતાની આધિકારિક X પ્રોફાઇલ પર એક વિડીયો દ્વારા તેઓએ વાલ્મિકી જયંતિની શુભકામનાઓ પાઠવી છે. તેઓ વિડીયોમાં કહેતા સંભળાય છે કે મહર્ષિ વાલ્મીકિના વિચાર લોકોને પ્રેરિત કરે છે અને શક્તિ પ્રદાન કરે છે. તે લાખો કરોડો ગરીબો-દલિતો માટે ખૂબ મોટી આશા છે.
आप सभी को वाल्मीकि जयंती की बहुत-बहुत शुभकामनाएं। pic.twitter.com/EVb79dKHky
— Narendra Modi (@narendramodi) October 17, 2024
તેઓ આગળ કહેતા સંભળાય છે કે મહર્ષિ વાલ્મિકી માટે સેવા અને માનવીય ગરિમાનું સ્થાન સૌથી ઉપર હતું. સાથે જ તેઓએ કહ્યું કે, “આપણે હંમેશા તેમના માટે કૃતજ્ઞ રહીશું કેમ કે તેઓએ આવનારી પેઢીના માર્ગદર્શન માટે રામાયણ જેવા મહાગ્રંથની રચના કરી હતી.”