Wednesday, February 5, 2025
More

    ‘સમસ્ત દેશવાસીઓનાં સુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી’: મહાકુંભમાં સંગમ સ્નાન બાદ પીએમ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (5 ફેબ્રુઆરી) પ્રયાગરાજ ખાતે આયોજિત મહાકુંભમાં સંગમ સ્નાન કર્યું. જેની તસવીરો પછીથી તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. 

    તસવીરોમાં પીએમ મોદી ભગવા વસ્ત્રોમાં જોવા મળે છે. તેમના હાથમાં માળા છે. બે હાથ જોડીને તેઓ પ્રાર્થના કરતા દેખાય છે. અર્ધ્ય આપતા જોવા મળે છે. 

    આ ફોટો પોસ્ટ કરીને તેમણે લખ્યું, “પ્રયાગરાજ મહાકુંભમાં આજે પવિત્ર સંગમમાં સ્નાન બાદ પૂજા-અર્ચનાનું પરમ સૌભાગ્ય મળ્યું. મા ગંગાના આશીર્વાદ મેળવીને મનને અસીમ શાંતિ અને સંતોષ મળે છે. તેમની સમક્ષ સમસ્ત દેશવાસીઓની સુખ-સમૃદ્ધિ, આરોગ્ય અને કલ્યાણની  કામના કરી. હર-હર ગંગે.’

    પીએમ મોદી બુધવારે (5 ફેબ્રુઆરી) પ્રયાગરાજ પહોંચ્યા હતા, જ્યાં પૂજા-અર્ચના બાદ સંગમ સ્નાન કર્યું. ત્યારબાદ તેઓ સાધુ-સંતો સાથે પણ મુલાકાત કરશે.